Tuesday, October 6, 2015

Dharti No Boj

Hello Friends,
Today in this fast-paced world we are moving ahead with time, that's good but we need to think on our daily activities...We are surrounded with lots of tensions and some time we start thinking all the bad occurs to me and only I am the culprit behind it. But friends, read this poem.. you might get the true idea on who's the actual culprit...!
-------------------------------------------------------------------------------------------------------------

ધરતી નો બોજ


તું નથી આ ધરતી નો બોજ.... એ મનુષ્ય !!...
કે નથી આ અબોલ પશુઓ...

બોજ તો છે પેલા પ્રદુષણ ફેલાવતાં ભારી  ભરખમ  વાહનો...


બોજ તો છે આ સિમેન્ટ - કોન્ક્રીટ ના મકાનો..

અરે બોજ તો છે મોંઘવારી ની જોડે વધતાં પાપો....

જીવન માં સફળતા - અસફળતા, સુખ - દુઃખ નો વારો તો આવ્યા જ કરે....
એમાં હાર માની ના માન ખુદ ને તું આ ધરતી નો બોજ....

બોજ તો છે સમાજ માં દુષ્કૃત્યો કરતા થોડાં અસામાજિક તત્વો... 

બોજ છે તારાં મન માં પ્રકટતાં છલ, કપટ, લાલચ, ઈર્ષ્યા, અદેખાય ના વિચારો....

અરે બોજ તો છે કુદરત ના નિયમો વિરુદ્ધ કરાતા અગણિત પ્રયાસો...
(જેવા કે... વૃક્ષો કાપવા - વન નાબુદી, પાણી નો બગાડ, ભૃણ હત્યા, લીંગ પરિવર્તન, 
ધરતી પર ફેલાવતી ગંદગી, વિગેરે...)

કુદરતે  તો આપી છે દરેક ને ખુબ મજાની જિંદગી... 
સુ:કર્મો કરી બાંધ તું પુણ્ય ની પોટલી...
અને કર ખુદા ની બંદગી...

પણ હાં ! ધ્યાન આપ તારી રોજિંદી પ્રવૃતિયો પર....
 ના થવા દે એમને આ ધરતી નો બોજ...

તું નહી  પણ  તારી  પ્રવૃતિયો થઇ રહી છે આ ધરતી નો બોજ...




Friday, January 2, 2015

Ek Adrashya Tatva

Hello Friends ,

I wrote the below poem in which I am trying to thank that identity (God) who created wonders in the nature and our life...!!

એક  અદ્રશ્ય  તત્વ 

એક અદ્રશ્ય તત્વ જેનાથી જીવંત છે પેલા અખંડ દિવા ની જ્યોત... એ જ અદ્રશ્ય તત્વ લાવે છે આ દિલ માં ભરતી અને ઓટ...   એક અદ્રશ્ય તત્વ જેનાથી સર્જાય છે ક્ષિતીજ... એ જ અદ્રશ્ય તત્વ સર્જે છે વિનાશ... એક અદ્રશ્ય તત્વ જેનાથી જીવંત છે આ સમગ્ર વિશ્વ... એ જ અદ્રશ્ય તત્વ સર્જે છે દિવસ અને રાત ... એક અદ્રશ્ય તત્વ જે કરાવે છે બધા જ ચમત્કાર... એ જ અદ્રશ્ય તત્વ બન્યો છે પક્ષીઓ નો ટહૂકાર... આવા આ અદ્રશ્ય તત્વ ને... જીવ માત્ર ના લાખ લાખ નમસ્કાર...